Clay Idols
અમદાવાદ: +91-9712996935
વડોદરા: +91-9978926242
સુરત: +91-9909979591


Go for Green.. Celebrate Ganesh Chaturthi
The Eco-Friendly Way
માટીમાંથી બનેલ પર્યાવરણ મિત્ર મૂર્તિઓ બાયો-ડિગ્રેડેબલ હોય પાણીમાં જલ્દી ઓગળી જાય છે અને માટી કુદરતી સામગ્રી હોય મૂર્તિના વિસર્જનથી પર્યાવરણને કોઇ પણ પ્રકારનું નુકશાન થતુ નથી.
ગણપતિ બાપાની આરાધના અને ગણેશ ઉત્સવનો આનંદ માણીએ, સાથે સાથે સ્વચ્છતા અને સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખીએ. ઇકો ફ્રેન્ડલી ગણપતિનું ઘરમાં સ્થાપન કરી ઘરે જ કરીએ તેનું વિસર્જન.
GO FOR GREEN ONLY.
રાજયમાં પ્લાસ્ટર ઓફ પેરીસની મૂર્તિઓના બદલે માટીની ઇકો ફ્રેન્ડલી મૂર્તિઓના ઉત્પાદનને વેગ આપવા ગુજરાત માટીકામ કલાકારી અને રૂરલ ટેકનોલોજી સંસ્થા દ્વારા માટીના મૂતિકારો માટેની પ્રોત્સાહન યોજનાનું અમલીકરણ કરવામાં આવી રહેલ છે.
ચાલુ વર્ષે રાજય સરકારશ્રી દ્વારા કુલ ૩૮૧ માટી મૂર્તિકારોને ૨૫૮ ટન માટી ૫૦ ટકા સબસીડાઇઝડ દરથી પુરી પાડવામાં આવેલ છે. ગુજરાત માટીકામ કલાકારી અને રૂરલ ટેકનોલોજી સંસ્થા સાથે નોંધાયેલ કારીગરો મારફત ઉત્પાદિત માટીની મૂર્તિ ખરીદવાની અમુલ્ય તક.
ગુજરાત સરકારશ્રીના માટીની મૂર્તિના આ અભિયાનનો સંદેશ ઘર ઘર પહોચાડીએ.
? Audio
વારંવાર પૂછાતા પ્રશ્નો (FAQ)
- વડોદરા ખાતે પારસી અગિયારી મૈદાન, હોટલ સુર્યા પેલેસની સામે, ફતેગજ રોડ, વડોદરા
- સુરત ખાતે સ્કુલ ચિલ્ડ્રન હોલ/પાર્ટી પ્લોટ, ગંગેશવર મહાદેવ મંદિર પાસે, રાંદેર ઝોન, સુરત
- અમદાવાદમાં
૧. અર્બન હાટ, વસ્ત્રાપુર તળાવ પાસે, વસ્ત્રાપુર, અમદાવાદ
ર. વલ્લભસદનની પાછળ, સાબરમતી રિવરફ્રન્ટ, અમદાવાદ
૩. હસ્તકલા હાટ, વકીલ સાહેબ બ્રીજની નીચે, બોપલ, અમદાવાદ
તા. ૨૧-૦૮-૨૦૨પ થી તા. ૨૭-૦૮-૨૦૨૫ દરમ્યાન માટી મૂર્તિ મેળાનું આયોજન કરેલ છે.
Clay Idol Artisan







